Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગાંધીનગરમાં એલઆરડીની મહિલાઓ દ્વારા દેખાવો:એક મહિલા ઉમેદવારની લથડી તબિયત

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વર્ષ 2018-19ની ભરતી મામલે એલઆરડીની મહિલાઓના દેખાવો : છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓર્ડર ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વર્ષ 2018-19ની ભરતી મામલે એલઆરડીની મહિલાઓ દેખાવો કરી રહી છે.ત્યારે આજે રોજ દેખાવો કરી રહેલી મહિલા ઉમેદવારની તબિયત લથડી હતી.

1578 બિન અનામત વર્ગ મહિલાઓની એલઆરડીમાં જગ્યા હતી. જેમાં 1193 બિન અનામત વર્ગની મહિલાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન થયા હતા. તેમજ 880 બિન અનામત મહિલાઓને ઓર્ડર આપવમાં આવ્યા હતા. જ્યારે 313 મહિલાઓને ઓર્ડર આપવાના બાકી છે.છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓર્ડર ન મળતા મહિલાઓ વિરોધ કરી છે.

(12:50 am IST)