Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ટાઈકોન અમદાવાદની શુક્ર- શનિ યોજાશે વાર્ષિક કોન્‍ફરન્‍સ

અમદાવાદઃ ધ ઈન્‍ડસ આંત્રપ્રિનિયોર્સ અમદાવાદના ફ્‌લેગશીપ વાર્ષિક કોન્‍ફરન્‍સ ટાઈકોન ૨૦૨૨ અમદાવાદમાં કોર્પોરેટ લિડર્સ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો, રોકાણકારો અને સ્‍ટાર્ટઅપ્‍સ તા.૨૩ અને ૨૪ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનાર કોન્‍ફરન્‍સમાં એકત્રિત થશે. ટાઈકોન અમદાવાદ-૨૦૨૨ના થીમ એન્‍ટરથોન છે, જે અમદાવાદની વિચારધારા મુજબ, ઉદ્યોગસાહસિકતા એક મેરેથોન છે. તે કોઈ સિધ્‍ધિ નથી, પણ એક મજલ અને માનસિક સ્‍થિતિ છે. આ થીમને કેન્‍દ્રમાં રાખીને વિવિધ ચર્ચાઓ યોજાશે.આ કોન્‍ફરન્‍સના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ શનિવાર ૨૪ સપ્‍ટેમ્‍બરના રોજ મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપશે અને ઈન્‍ફોસિસના સ્‍થાપક એનઆર નારાયણમુર્થી માનવંતા મહેમાન તરીકે શુક્રવારે ખાસ ઉપસ્‍થિત રહેશે.

ટાઈ અમદાવાદના પ્રેસિડેન્‍ટ શ્રી જતીન ત્રિવેદી જણાવે છે કે ટાઈકોન અમદાવાદ-૨૦૨૨ અત્‍યાર સુધીનો સૌથી મોટો સમારંભ બની રહેશે અને ઇન્‍ટેલેકચુઅલ કેપિટલ, ઈનોવેશન અને ગુજરાતમાં તથા ગુજરાતમાંથી મૂડીરોકાણની તકોમાં વધારો કરશે.આ સમારંભથી ૧૦૦૦થી વધુ ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગોને સીધી હકારાત્‍મક અસર થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:18 pm IST)