Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજ્યકક્ષાનો સ્થગિત રાખવામાં આવેલ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૨ એનાયત કરવામાં આવ્યો

 ગાંધીનગર :દર વર્ષની જેમ આ વર્ષે પણ પમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયેલ હતો. જેમાં શિક્ષણ વિભાગના પદ્મ ક્ર્માંક:પીઆરઈ૧૧૨૦૨૨/પ્રાશિનિ-૪૯૫-ક, તા.૧૨/૦૮/૨૦૨૨થી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૨ માટેના નામોની યાદી જાહેર કરેલ હતી. જેમાં વિવિધ ટિમરીમાંથી કુલ-૪૪ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થયેય હતી. આ કુલ-૪૪ પૈકી મા./ઉમા. આચાર્ય વિભાગમાં કલ્પનાબેન રમણલાલ પટેલ, જીવકોર વનિતા વિશ્રામ સુ.ઉ.કન્યા વિધાલય, ખાડિયા, અમદાવાદને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૨ માટે પસંદગી થયેલ હતી. પરંતુ તેઓની એવોર્ડ પસંદગી બાબતે તા.૦૩/૦૯/૨૦૨૨ના રોજ શિક્ષણ વિભાગને લેખીત રજુઆત મળેલ હતી. જે બાબતે કલ્પનાબેન રમણલાલ પટેલને આ રજુઆત ધ્યાન પર લાવતાં તેઓ દ્વારા નિયમોનુસાર આ રજુઆતની તપાસ પુર્ણ કરી એવોર્ડ આપવા બાબતે નિર્ણય લેવા જણાવેલ તેઓને જ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં અનઉપસ્થિત રહેતાં તા.૦૫/૦૯/૨૦૨૨ના રાજ્ય પારિઓષિક-૨૦૨૨નો એવોર્ડ આપી શકાયેલ ન હતો. શિક્ષણ વિભાગ દ્વારા મળેલ રજુઆત બાબતે પ્રાથમિક તપાસ અને સુનાવણી બાદ અરજદારની રજુઆત યોગ્ય સાબિત ન થતાં નિયમોનુસાર એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવેલ.કલ્પનાબેન રમણલાલ પટેલને તા.૨૧/૦૯/૨૦૨૨ના વિધાનસભા ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલયમાં ઉપસ્થિતિમાં મંત્રી દ્વારા તેઓના પરિવારની હાજરીમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૨ એનાયત કરવામાં આવેલ.શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઘણા જેનું માત્ર બેઢાડી, પ્રમાણપત્ર, બ્રાસપોટ અને એવોર્ડ મ રૂ.૫૧,૦૦૦નો ડીમાન્ડ ડ્રાફ્ટ આપીને મા./ઉમા. આચાર્ય વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-૨૦૨૨ માટે સન્નમાનિત કરવામાં આવેલ છે.

(7:13 pm IST)