Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

છત્રપુરા ગામમાં જુગાર રમતા 5 નબીરાઓને રૂપિયા 27,650 ના મુદામાલ સાથે નર્મદા એલસીબી એ ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકના છત્રપુરા ગામમા જુગાર રમતા નબીરાઓને એલસીબી પોલીસે મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
 મળતી માહિતી અનુસાર નર્મદા એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે છત્રપુરા ગામમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા ગણપતભાઈ ગોવિંદ ભાઇ તડવી (રહે. સુરવા નિશાળ ફળીયું તા. તિલકવાડા), સુરેશભાઇ દાદુભાઇ જોગી (રહે.હરીપુરા નિશાળ ફળીયુ તા. તિલકવાડા),રાજુભાઇ શનાભાઇ વસાવા( રહે છત્રપુરા, તા.તિલકવાડા), સુભાષભાઇ ઠાકોરભાઇ બારીયા (રહે.સુરવા કુવા મંદિરવાળુ ફળીયુ તાંતિલકવાડા) અને ગણપતભાઇ કભઇભાઇ બારીયા ( રહે,સુરવા કુવા મંદિવાળુ ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા )નાઓને કૂલ રૂપિયા .૨૭,૬૫૦ ના જુગારના મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:12 am IST)