Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજપીપળા ટેકરા ફળીયા વિસ્તારમાં પાણીના નવા બોરનું પાલીકા સદસ્યો દ્વારા ખાતમુહૂર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી જેમાં પાલિકાના યુવા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલએ ચાર્જ લેતા જ પાણી સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપી કામગીરી હાથ પર લીધી હતી,જેમાં ટેકરા ફળિયાના અમુક વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ માટે સ્થાનિક કોર્પોરેટરો સાથે રહીને ટેકરા ફળીયા વોર્ડ નંબર 2 માં જૂની પાણીની ટાંકી પાસે રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને નગરપાલિકા વોર્ડ નંબર 2ના ચાલુ સદસ્ય સુરેશભાઈ માધુભાઈ વસાવાએ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ટેકરા ફળિયા વિસ્તારમાં જૂની પાણીની ટાંકી પાસે નવા પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

(11:12 am IST)