Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વિરમગામ જૈન સંઘમાં આસો માસ આયંબિલ ઓળી તપશ્ચર્યા કરવામાં આવી

વિરમગામ જૈન સંઘમાં આસો માસ આયંબિલ ઓળી તપ કરાવવાનો સંપુર્ણ લાભ વોરા હર્ષદરાય ચતુરભાઇ પરીવારે લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્વેતાંબર જૈનો વર્ષ દરમિયાન બે વાર આંબેલ વ્રત અથવા આયંબિલ ઓળીનું વ્રત કરતા હોય છે. આ વ્રત તીર્થંકરોના સમયમાં ચૈત્ર અને આસો મહિનામાં કરવામાં આવતું હોવાથી તેને શાશ્વત વ્રત તરીકે પણ ઓળખવામા આવે છે. પહેલું વ્રત ચૈત્ર મહિનામાં સુદ સાતમથી ચૈત્રી પૂનમ સુધીના નવ દિવસનું હોય છે. જ્યારે બીજું વ્રત આસો મહિના દરમિયાન સુદ આઠમથી શરદ પૂનમ સુધીના નવ દિવસનું હોય છે. આયંબિલની ઓળી દરમ્યાન પ્રાયઃ એકાસણાની (સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે એક સમય ખાવું) આરાધના કરવામાં આવે છે. તે સિવાય એકાસણામાં બનતા ભોજનમાં વિગય એટલે કે શરીરમાં વિકાર ઉત્પન્ન કરે તેવા અન્નનો ત્યાગ કરવામાં આવે છે અને સાદો બાફેલો તથા શેકેલો આહાર લેવામાં આવે છે. આ અન્નની બનાવટમાં સમુદ્રી મીઠું વપરાતું નથી. વિરમગામ જૈન સંઘમાં આસો માસ આયંબિલ ઓળી તપ કરાવવાનો સંપુર્ણ લાભ વોરા હર્ષદરાય ચતુરભાઇ (ઘી વાળા) પરીવારે લીધો હતો.  જેન સંઘમાં મોટી સંખ્યામાં જૈન ભાઇ બહેનોએ તપશ્ચર્યા કરી હતી તેમ જૈન અગ્રણી અશ્વિનભાઇ વોરા(ઘી વાળા)એ જણાવ્યુ હતુ.

(12:29 pm IST)