Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૨૦ વિરમગામ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રક્તદાન કેમ્પમાં ૪૦ યુનિટ રક્તદાન થયુ : વિરમગાના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુરૂવારે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૨૦ વિરમગામ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા હિન્દુસ્તાન ગમ એન્ડ કેમિકલ લિમિટેડ કંપની જખવાડાના સૌજન્યથી એસ.આર.પી કેમ્પમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો અને ૪૦ યુનિટ રક્તદાન થયુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૨૦ વિરમગામના અધિકારીઓ, કર્મચારીઓ, લાયન્સ ક્લબ ઓફ વિરમગામના સભ્યો, હિન્દુસ્તાન ગમ એન્ડ કેમિકલ લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના સોકલી ગામ પાસે એસ આર પી કેમ્પસ દ્વારા આયોજિત રક્તદાન કાર્યક્રમમાં રક્તદાન કરનાર સૌ દાતાઓ અને રક્તદાન ક્ષેત્રે સંકળાયેલા સૌ કોઈનું અભિવાદન કરું છું. આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈને રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન થકી તેનું જીવન  બચાવી શકાય છે. એટલે જ રક્તદાનને મહાદાન કહ્યું છે. આ સાથે રાખવામાં આવેલ હથીયાર પ્રદર્શનમાં પણ હાજરી આપી હથિયારો વિશે જાત માહિતી મેળવી હતી.

(6:25 pm IST)