Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાતની યુવા એસ્ટ્રોનોમી યુવતી પ્રાચી વ્યાસે 12 જેટલા લઘુગ્રહ શોધ્યા : નાસાએ કર્યું સન્માન

મોડાસાના બોલુંદરા ગામના પ્રાચી મારુતભાઈ વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્ર મેળવ્યા

અમદાવાદ :  મોડાસાની યુવા એસ્ટ્રોનોમીએ 12 લધુગ્રહ શોધી કાઢતા નાસાએ સન્માન કર્યું છે. પ્રાચી મારુતભાઈ વ્યાસે M.Sc વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે.

મોડાસાના બોલુંદરા ગામના પ્રાચી મારુતભાઈ વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્ર મેળવ્યા છે. અગાઉ 3 મેં થી 28 મેં સુધી એક પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. બાદમાં 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોના અભ્યાસનો આ પ્રોજેક્ટ યુવતીએ પૂરો કર્યો છે. મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ વચ્ચે એસ્ટરોઇડ બેલ્ટ એટલે કે લઘુગ્રહનો પત્તાનું સંશોધન આ યુવતીએ કર્યું છે. એસ્ટ્રોનોમી પ્રાચી વ્યાસને ખોજ નામની સંસ્થા મારફતે અંતરિક્ષમાં લઘુગ્રહોના અભ્યાસ માટે ફોર્મ ભર્યું હતું.

દરમિયાન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનીમીક્સ સર્ચ કોલોબ્રેશન અને નાસા દ્વારા સોફ્ટવેર અને ડેટા મોકલવામાં આવ્યા હતા. જેના આધારે દરરોજ પાંચ થી 6 કલાક સુધી પ્રાચી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું.બાદમાં બે પ્રોજેક્ટમાં 12 થી વધુ લઘુ ગ્રહો શોધીને સિદ્ધિ હાંસલ કરનાર પ્રાચી વ્યાસને સન્માન સાથે નાસાએ બે સર્ટિફિકેટ એનાયત કર્યા છે.

પ્રાચી વ્યાસે મેં મહિનામાં પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે 8 લઘુગ્રહો શોધ્યા છે.જયારે બીજા પ્રોજેક્ટના સંશોધનમાં 4 લઘુગ્રહ શોધ્યા છે. મંગળ અને ગુરુ વચ્ચે લાખો એસ્ટ્રોઇડ હોય છે. જે પથ્થર,બરફ અને હવાના હોય છે.આ એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીક આવતા હોય છે તેનું કદ સંખ્યા સહિતની સંશોધનની કામગીરી કરવામાં આવી હતી.

(7:38 pm IST)