Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઈઝ કોમ્પ્લેક્ષમાંથી રીટા પટેલ નામની મહિલાનું કુટણખાનું ઝડપાયું : 7 રૂપલલના અને 3 ગ્રાહકોની ઝડપી લેવાયા

કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાવવામાં આવતું:પીસીબી શાખાએ દરોડો પાડ્યો

વડોદરા : વડોદરામાં કુટણખાનું ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્સમાં ચાલતા કુટણખાના ઉપર PCB શાખાએ દરોડો પાડી 7 રૂપલલના અને 3 ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે.

વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાવવામાં આવતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

(11:47 pm IST)