Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સુરેન્દ્રનગરના જીએસટી ઇન્સ્પેકટર ગૌરવ અરોરાને સુપ્રિમ કોર્ટે ૧૦ દિવસમાં સરન્ડર કરવા આદેશ આપતા ખળભળાટ

૯ માસ સુધી જામીન મેળવવા ઝઝુમનાર કલાસ-૨ અધિકારીની કારી ACB વડા કેશવ કુમાર અને કાનૂની તજજ્ઞોએ ફાવવા ન દીધી : સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આ ઐતિહાસિક ચુકાદો પોલીસ રેવન્યુ તથા તમામ ખાતાઓમાં હોટ ટોપિક બન્યો છે

રાજકોટ,તા.૨૧ :  સુરેન્દ્રનગરના કલાસ-૨ જીએસટી ઇન્સ્પેકટર એસીબી કેસમાં જામીન ના મંજૂર કરવા સાથે દશ દિવસમાં સરન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપતાં એસીબી વડા કેશવ કુમાર ટીમ દ્વારા ઉઠાવવામાં આવેલ અથાઞ જહેમત રંગ લાવવા સાથે કો ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

અત્રે યાદ રહે કે આ મામલાના ફરિયાદીના પુત્રની લીંબડી, ચુડામાં કરીયાણાની દુકાન તથા બોરણા ખાતે ગોડાઉન આવેલ છે.  

આરોપી જીએસટી ઇન્સ્પેકટર ગૌરવ સુદર્શન અરોરા દ્વારા દુકાન ગોડાઉનની મંજૂરી નહીં હોવાનું જણાવી ૫ લાખ દંડ ભરવો હોય તો ૭૫ હજારની લાંચ માંગણી ફરિયાદ આધારે છટકું ગોઠવામાં આવેલ.જેની આગળની તપાસ મોરબી A C B પીઆઈ પી.કે.ગઢવીને સુપ્રત થયેલ છે

ઉકત ગુનાના કામે આરોપી જી.એસ.ટી. ઇન્સ્પેકટર, વર્ગ-ર, સેન્ટ્રલ જી.એ.સ.ટી, કચેરી સુરેન્દ્રનગરના ગૌરવ સુદર્શનકુમાર અરોરા, નાઓએ પ્રથમ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે ના-મંજુર થયેલ. જેમાં સરકાર પક્ષે મુખ્ય સરકારી વિદ્વાન વકીલ એમ.પી.સભાણીનાઓએ હાજર રહી સચોટ દલીલો કરેલ ત્યાર બાદ ઉકત આરોપીએ નામદાર હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી CMA No. 4968/2020 થી દાખલ કરેલ જે નામદાર હાઇકોર્ટે તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ ના-મંજુર કરેલ.

જેમાં સરકાર પક્ષે સરકારી વિદ્વાન વકીલ ક્રિનાબેન કેલા નાઓએ હાજર રહી સચોટ દલીલો કરેલ ઉકત નામદાર હાઇકોર્ટના હુકમ અન્વયે આરોપીએ નામદાર સુપ્રિમ કોર્ટ ખાતે આગોતરા જામીન અરજી SLA No. 5488/2020 થી દાખલ કરેલ. જે અંગે નામદાર સુપ્રિમ કોટે અરજી   Dismiss  આરોપીને દિન-૧૦ માં સરેન્ડર થવા આદેશ કરેલ છે.

આમ આરોપીએ આગોતરા જામીન મેળવવા નવ માસ જેટલા સમય સુધી નામદાર સેશન્સ કોર્ટથી નામદાર સુપ્રિમ કોર્ટ સુધી અથાગ પ્રયાસ કરવા છતા એ.સી.બી. ની સબળ પુરાવા સાથેની તપાસ અન્વયે સરેન્ડર થવાનો નામદાર સુપ્રિમ કોર્ટથી આદેશ થયેલ છે.

(12:54 pm IST)
  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST