Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ગમોડ ગામના પાસે પુરપાટ ધસી આવેલી મો.સા.એ પાછળથી બીજી મો.સા.ને ટક્કર મારતા એકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગમોડ ગામના બસ સ્ટેન્ડ સામે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હેમરાજસિંહ કરણસિંહ સિતપુરા (રહે.સનોર,તા.ડભોઇ) ની ફરીયાદ મુજબ તેમના પિતા કરણસિંહ ગંભીરસિંહ સીતપુરા ગમોડ ગામે જતા હતા તે વખતે ડભોઇ તરફથી આવતી મો.સા.નં. GJ - 04 - CL-0896 ના ચાલકે પોતાના કબ્જાની મો.સા. પુરઝડપે હંકારી લાવી તેમના પિતાજીની મો.સા.નં. GJ - 06 - M - 6631 ને પાછળથી અથાડી પિતાને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ પોહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી પોતાની મો.સા.મુકી નાશી જઇ ગુનો કરતા તિલકવાડા પોલીસે મોટરસાઇકલ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:32 pm IST)