Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

અમદાવાદ: દુષ્કર્મ કેસમાં અસર્ફી કુલ્ફીના માલિકના પુત્ર આકાશ અસર્ફીની ધરપકડ

યુવતીને તેની અંગત પળોનાં ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપતો :આકાશના મોબાઈલને FSLમાં મોકલવાની કાર્યવાહી શરૂ

અમદાવાદ : રાજયમાં દુષ્કર્મની  વારંવાર બનતી જતી ઘટનાઓ છતાં કેટલાક નાગરીકો કાયદો પોતાના ખીસામાં હોય તેમ કોઈ કશું નહિ કરી શકે તેવા કેફમાં રાચતા હોય છે. ત્યારે, મોટા નબીરાઓને કોઈ જાતનો કાયદાનો ડર નાં રહેતો હોય તેમ,ધાક-ધમકી અને દુષ્કર્મ આચરતા ગભરાતા નથી. આવા જ એક કેસમાં અમદાવાદના જાણીતા કુલ્ફી માલિકના પુત્રની ધરકડ કરવામાં આવી છે. આ નબીરો યુવતીને તેની અંગત પળોનાં ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. 

અસર્ફી કુલ્ફીના માલિકના પુત્ર આકાશ અસર્ફીની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આકાશ અસર્ફીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આકાશ અસર્ફી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપી આકાશ અસર્ફી તેને બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ કર્યો છે.સાથે જ યુવતીની અંગત પળોના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો આરોપ કરાયો છે .આથી યુવતીની ફરિયાદના આધારે હાલ મહિલા પોલીસે આરોપી આકાશ અસર્ફીની ધરપકડ કરી છે. તેમજ આકાશના મોબાઈલને FSLમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે યુવતીની પણ મેડિકલ તપાસ શરૂ કરી છે.

(8:50 pm IST)