Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વડનગરના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ

હેડ કોન્સ્ટેબલ પ્રદિપ જયંતિભાઈ અને કોન્સ્ટેબલ નિલેશજી અમરાજીને સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ફફડાટ

મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વડનગરના 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ વડનગરમાં અમતોલ દરવાજા પાસે વરલી મટકાનો જુગારધામ ઝડપાયો હતો.

વડનગરના શહેરના અમતોલ દરવાજા પાસે લાકડાના સરસામાનની દુકાનમાં ચાલતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ મહેસાણા એલસીબી દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 3 શખ્સોને 41,791 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે જુગાર રમાડતાં સચિન પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

જેમાં વડનગર પોલીસ સ્ટેશનનાં 2 કર્મચારીઓની નિષ્કાળજી જણાતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદિપ જયંતિભાઈ અને કોન્સ્ટેબલ નિલેશજી અમરાજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેણે લઇ પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે

(10:29 am IST)