Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ઉચ્‍ચ શિક્ષણમાં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એન્‍ડ મલ્‍ટીપલ એન્‍ટ્રી અને એક્‍ઝિટ અંગે વેબિનાર યોજાયો

અમદાવાદ તા. ૨૨: ઈન્‍ટીગ્રેટેડ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી (ત્‍ઘ્‍ઘ્‍ત્‍) એ  ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા એકેડેમિક બેંક ક્રેડિટ  (ખ્‍ગ્‍ઘ્‍)ના બેકગ્રાઉન્‍ડ, ફાયદા, ખાસ વિશેષતાઓ અને લાભો પર વેબિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના જાણીતા શિક્ષણવિદો અને વિદ્વાનો મુખ્‍ય વક્‍તા હતા. ત્‍ઘ્‍ઘ્‍ત્‍ના ડિરેક્‍ટર માનવેન્‍દ્ર કુમાર, શાંતિ બિઝનેસ સ્‍કૂલ, અમદાવાદના ડિરેક્‍ટર ડો. નેહા શર્મા, ગ્‍લોબલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફાર્માસ્‍યુટિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચના ચેરમેન પ્રો. અનિલ કુમાર સક્‍સેના અને અન્‍ય વક્‍તાઓએ પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. ડો. નેહા શર્માએ કહ્યું હતું કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ યુજીસી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્‍થાપિત છે. છાત્રો વ્‍યક્‍તિગત શૈક્ષણિક ખાતા ખોલી શકે છે.

(2:39 pm IST)