Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ગાંધીનગર જિલ્લામાં પાર્સલની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

 

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં હવે પાર્સલની આડમાં વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસને ડીટીડીસી કુરિયર કંપનીમાંથી આવેલા મેસેજના પગલે પામ ઓઈલની આડમાં સંતાડાયેલો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પાર્સલ મોકલનાર રાજસ્થાન બિકાનેરના શખ્સ અને મંગાવનાર અમદાવાદના વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવાથી પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૃ મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે. આ સ્થિતિમાં પોલીસની કડક નીતિના કારણે પણ બુટલેગરો પાર્સલની આડમાં વિદેશી દારૃ રાજયમાં મોકલી રહયા છે. ત્યારે સરદાર પટેલ રીંગરોડ ઉપર રણાસણ પાસે આવેલા ડીટીડીસી કુરિયર કંપનીમાં આવેલા એક પાર્સલમાંથી દારૃની ગંધ આવતી હોવાની જાણ ડભોડા પોલીસને મેનેજર દ્વારા કરાઈ હતી. જેના પગલે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને અહીં દુર્ગંધ મારતાં છ જેટલા પાર્સલ તપાસવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૃ અને બિયરના ટીન ભરેલા હતા. પોલીસે ર૧૧ નંગ દારૃ બિયરની બોટલો કબ્જે કરી હતી અને આ પાર્સલ કોણે મોકલ્યું હતું તે સંદર્ભે પુછપરછ કરતાં બિકાનેર રાજસ્થાનના કાનારામ ખાતે રહેતા રાકેશકુમાર નામના વ્યક્તિએ આ પાર્સલ મોકલ્યું હોવાનું અને અમદાવાદ ખાતે દેવેન્દ્રસિંહ શેખાવતને પહોંચાડવાનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧.પ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૃ મોકલનાર અને મંગાવનાર સામે પણ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. રાજયમાં દારૃની હેરાફેરી માટે શરૃ થયેલી આ નવી મોડેશ ઓપરેન્ડીને તોડવા માટે પોલીસે પણ નવો એકશન પ્લાન બનાવવો પડશે નહીંતર આ પ્રકારની હેરાફેરી સતત વધતી રહેશે.

(5:10 pm IST)