Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

વડોદરાના સમા-સાવલી રોડ નજીક બંગ્લોઝમાં બે પાડોશીઓ વચ્ચે થયેલ મારામારીમાં બે પક્ષો વિરુદ્ધ સામસામે ગુનો દાખલ

વડોદરાઃ સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ બંગ્લોઝમાં વાહન પાર્ક કરવાના મુદ્દે બે પાડોશી વચ્ચે થયેલી તકરાર  બાદ મારમારી થતાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. મેઘાબેન પંચાલે પોલીસને કહ્યું છે કે,બોલાચાલી થતાં મિતેષ પટેલ અને કેયૂરા પટેલે મારામારી કરી ધમકી આપી હતી.જેમાં મારા પર પાઇપ વડે હુમલો થયો હતો અને વચ્ચે પડેલા મારા પતિ શૈલેષ પંચાલને પણ ઇજા થઇ હતી. સામે પક્ષે કેયૂરાબેન પટેલે કહ્યું છે કે,બોલાચાલી થતાં મેધાબેને મને પેટમાં લાતો મારી હતી.જ્યારે તેના પતિ શૈલેષ  પંચાલે મારા પતિને માર માર્યો હતો અને ધમકી આપી હતી.

(5:19 pm IST)