Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હવે ફોર્ચ્યુનર કારમાં ફરશે: સીએમ નવી ફોર્ચ્યુનર કારમાં બેસી સચિવાલય પહોચ્યા

ગૃહ વિભાગે સીએમ કોન્વોયમાં બદલાતી ટેકનોલોજી અને સલામતીના કારણોસર ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યો

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના કાફલામાં ફોર્ચ્યુનર કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ હવે ફોર્ચ્યુનર કારમાં ફરશે. આ પહેલાના મુખ્યમંત્રી સ્કોર્પિયોમાં ફરતા હતા. મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટીએ 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી. આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

નરેન્દ્રભાઈ  મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા તે સમયે મુખ્યમંત્રીના કાફલામાં કોન્ટેસા કારનો ઉપયોગ થતો હતો. જે પછી સલામતીના કારણે સ્કોર્પિયોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. તે પછી ગુજરાતના તે પછીના મુખ્યમંત્રી સ્કોર્પિયોનો જ ઉપયોગ કરતા હતા. મોદી પછી આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી કે પછી ભૂપેન્દ્રભાઈ પટેલ. સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કરતા હતા.

હવે જે સુવિધા નરેન્દ્રભાઈ  મોદી, વિજયભાઈ  રૂપાણી, આનંદીબેન પટેલને નથી મળી તે સુવિધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને મળવા જઇ રહી છે. ગૃહ વિભાગે સીએમ કોન્વોયમાં બદલાતી ટેકનોલોજી અને સલામતીના કારણોસર ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ફોર્ચ્યુનર 33 લાખની આસપાસમાં મળે છે.

 

મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે 6 જેટલી ગાડી હોય છે. ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકાય તે માટે સ્ટેન્ડ બાય કાફલા તરીકે 6 અન્ય ગાડીને રાખવામાં આવે છે. મુખ્યમંત્રીની આ તમામ કારને બુલેટપ્રુફ, GPS તથા અન્ય સુરક્ષા સુવિધાથી સજ્જ કરવામાં ાવી છે. સોમવારે જ મુખ્યમંત્રી નવી ફોર્ચ્યુનર કારમાં બેસીને સચિવાલય પહોચ્યા હતા

2019માં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી માટે ગુજરાત સરકારે 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 વિમાન ખરીદ્યુ હતુ. જોકે, આ વિમાનનો ઉપયોગ કરાય તે પહેલા જ રૂપાણી સરકારને બદલી નાખવામાં આવી હતી અને પછી ભૂપેન્દ્રભાઈ  પટેલે તેમાં પ્રથમ વખત મુસાફરી કરી હતી.

 

(9:06 pm IST)