Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ધોલેરામાં દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થપાશે: 1,54 લાખ કરોડનું થશે રોકાણ : એક લાખ લોકોને મળશે રોજગાર

ભારતીય કંપની વેદાંતા અને તાઇવાની ઇલેક્ટ્રોનિક્સ કંપની ફૉક્સકૉનના સેમીકંડક્ટર અને ડિસપ્લે બનાવવા કરાયેલ જોઇન્ટ વેંચરે ધોલેરામાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો

ગાંધીનગર: ભારતીય કંપની વેદાંતા અને તાઇવાની ઇલેક્ટ્રોનિક્સ કંપની ફૉક્સકૉનના સેમીકંડક્ટર અને ડિસપ્લે બનાવવા માટે કરવામાં આવેલા જોઇન્ટ વેંચરે ધોલેરામાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી સીનિયર સરકારી અધિકારી તરફથી આપવામાં આવી છે.

વેદાંતા અને ફૉક્સકૉન વચ્ચે કરવામાં આવેલા જોઇન્ટ વેન્ચર દેશની આઝાદી પછી કૉર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટુ રોકામ છે, જેની હેઠળ બન્ને કંપનીઓ મળીને 1,54,000 કરોડ રૂપિયાના રોકાણથી ગુજરાતમાં સેમી કંડક્ટર અને ડિસપ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. આ દેશનું પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ હશે. બન્ને કંપનીઓ વચ્ચે રોકાણનો આ કરાર ગત વર્ષે થયો હતો.

સરકારી અધિકારીએ કહ્યુ કે ગુજરાત સરકાર પાસે વિસ્તારથી જાણકારી લેવા અને પછી વિશ્લેષણ કર્યા પછી વેદાંતા અને ફૉક્સકોનના જોઇન્ટ વેન્ચરે ધોલેરામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર તરફથી આ પ્રોજેક્ટનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે.

 

1.50 લાખ કરોડ રૂપિયાના રોકાણથી લગાવવામાં આવી રહેલા આ સેમીકંડક્ટર અને ડિસપ્લે બનાવવાના પ્લાન્ટથી એક લાખ લોકોને રોજગાર મળવાનું અનુમાન છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યુ હતુ કે ગુજરાત સરકાર આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પુરો સહયોગ આપશે.

ગુજરાત સરકાર તરફથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સબસિડી અને ઇન્સેટિવ ઓફર કરવામાં આવી રહી છે, જેમાં જમીનની ખરીદી પર ઝીરો સ્ટામ્પ ડ્યૂટી, પાણી અને વિજળી પર સબસિડી વગેરે સામેલ છે.

(9:23 pm IST)