Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

હવે વડોદરાના મેયરનો તાજ કોના શિરે ?: શહેરીજનોને છ મહિના માટે નવા મેયર મળશે: અનેક નામોની અટકળ શરૂ

કેયુર રોકડિયાએ કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરતા નવા નિમાનાર મેયર માત્ર 6 મહિના માટે જ પદ પર રહેશે:નિયમાનુસાર મહિલા મેયર અને ડે. મેયર તરીકે પુરૂષ ઉમેદવારની નિયુક્તી કરવામાં આવશે

ફોટો keyur

વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા રાજીનામું આપ્યાની જાહેરાત આજે કરવામાં આવી છે. ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનું સુત્ર અમલી કરવામાં આવ્યું હોવાના કારણે ગતરોજ રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ડેપ્યુટી મેયરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ વડોદરાના મેયરના પદ છોડવાને લઇને અનેક અટકળો હતી. જેને આજે અંત આવ્યો છે.

ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાના સુત્રની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાના મેયર અને રાજકોટના ડેપ્યુટી મેયરને ટીકીટ આપવામાં આવી હતી. ટીકીટ બાદ બંનેની જીત થઇ હતી. જે બાદ તેઓ ધારાસભ્ય સાથે પાલિકાની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા.

 દરમિયાન ગતરોજ ડો. દર્શિતા શાહે ડે. મેયરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ વદોડરાને ધારાસભ્ય મેયરના પદ પરથી રાજીનામું આપશે તે વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું. આખરે આજે સવારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની જાહેરાત કરી છે. આ રાજીનામું તેમણે 15 ફેબ્રુઆરીના રોજ સભા સેક્રેટરીને સોંપ્યું હતું. તે બાદ હવે વડોદરાને 6 મહિના માટે નવા મેયર મળશે. જૂના મેયરની ટર્મ હજી 6 મહિના બાકી છે. ત્યારે શહેરભરમાં મેયર કોણ બનશે આ વાતને લઇને અનેક નામોની અટકળો લગાડવામાં આવી રહી છે.

 

પાલિકામાં ચૂંટાયેલી પાંખના મોટાભાગના પદાધિકારીઓની મુદત અઢી વર્ષની હોય છે. પૂર્વ મેયર કેયુર રોકડિયાએ તેમના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે હવે નવા નિમાનાર મેયર માત્ર 6 મહિના માટે જ પદ પર રહેશે. ત્યાર બાદ નિયમાનુસાર મહિલા મેયર અને ડે. મેયર તરીકે પુરૂષ ઉમેદવારની નિયુક્તી કરવામાં આવશે.

ReplyReply to allForward

(9:56 pm IST)