Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગુજરાતમાં હવે ત્રણ પ્રકારના બાળમંદિર શરૂ કરશે સરકાર

ત્રણથી છ વર્ષના બાળકો માટે ત્રણ અલગ-અલગ બાળવાટિકા શરૂ કરવામાં આવશે

અમદાવાદ,તા.૨૨: થલતેજની મ્‍યુનિસિપલ કોર્પોરેશન સ્‍કૂલમાંથી  માતૃભાષા દિવસની ઉજવણી માટેની રેલી યોજાઈ હતી. રેલી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ બોડકદેવ પહોંચી હતી. ઉજવણીમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, મેયર, ધારાસભ્‍ય સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સંબોધતાં શિક્ષણ પ્રધાને બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણથી ચાર વર્ષનાં બાળકો માટે બાળવાટિકા, ચારથી પાંચ વર્ષનાં બાળકો માટે બાળવાટિકા અને પાંચથી છ વર્ષનાં બાળકો માટે બાળવાટિકા શરૂ કરવામાં આવશે.

આ અંગે કુબેર ડિંડોરે જણાવ્‍યું હતું કે ૧ જૂન ૨૦૨૩થી બાળવાટિકા શરૂ થશે. ત્રણથી ચાર વર્ષ અને ચારથી પાંચ વર્ષનાં બાળકો માટેની બાળવાટિકા આંગણવાડી હેઠળ ચાલશે. જે મહિલા અને બાળકલ્‍યાણ વિભાગ દ્વારા ચાલશે. જયારે પાંચથી છ વર્ષનાં બાળકો માટે પ્રાથમિક સ્‍કૂલમાં શરૂ થશે. ૧ જૂન ૨૦૨૩ સુધી છ વર્ષની ઉંમર પૂરી થશે એ બાળકને ધોરણ ૧માં પ્રવેશ પણ આપવામાં આવશે.

આ સાથે તેમણે ગુજરાતમાં અમુક અંગ્રેજી માધ્‍યમની સ્‍કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાતપણે ભણાવવામાં ન આવતો હોવાથી તેમની સામે કડક પગલાં લેવાની વાત કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે કેસ ચાલે છે.

(11:29 am IST)