Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

બગોદરા હાઇવે પર બે કાર વચ્‍ચે અકસ્‍માતઃ મહિલાનું મોત

પુરપાટ આવતી કારે ઇકો વાનને ટક્કર મારી : બંને કાર પલટી જઇ ખેતરમાં જઇ પડી : સાત જણાને ઇજાઓ થઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨: બગોદરા ધોળકા હાઇવે પર રેલવે ફાટક પાસે બગોદરા તરફથી આવી રહે સ્‍કોડા કારના ચાલકે નશાની હાલતમાં ફૂલ સ્‍પીડે કાર ચાલવી આગળ જતી ઇકો વાનને ટક્કર મારતા બન્ને વાહનો પલટી જઇ બાજુના ખેતરમાં જઇ પડયા હતા.

ઇકો વાનમાં સવાર સોનલબેન ગીરીશભાઈ પરમાર (રહેઃસરદાર સોસાયટી ધોળકા) , રોહીભાઈ જયંતિભાઈ ગજ્જર સહીત અન્‍ય છ લોકો ને ઇજા થતા ધોળકા અને બગોદરાની ૧૦૮ ની મદદથી ધોળકાની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્‍યાન સોનલબેન પરમારનું મોત નીપજયું હતું.

ત્‍યારે બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસ ને કરતા ઇજા ગ્રસ્‍ત ઇકો વાનના ચાલકની ફરિયાદ લઇ સ્‍કોડા કારના ચાલક રાજુભાઈ વિરમભાઇ મોઢવાડીયા (રહે મોઢવાડા ગામ વાડીવિસ્‍તાર પોરબંદર વાળા) વિરુદ્ધ ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)