Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

કાલથી વિધાનસભાનું સત્ર : શુક્રવારે બજેટ

વિક્રમ સર્જક ૧૫૬ બેઠકો મેળવ્‍યા પછીનું ભાજપ સરકારનું પ્રથમ બજેટ સત્ર : નવી યોજનાઓનો વર્તારો : કનુભાઇ દેસાઇ સતત બીજી વખત બજેટ રજુ કરશે : ગૃહનું સંચાલન શંકર ચૌધરી હસ્‍તક : ગૃહની સમિતિઓ રચાશે : કોંગીને વિપક્ષનું સત્તાવાર સ્‍થાન નહિ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૨ : પંદરમી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર આવતીકાલથી ગુરૂવારથી મળી રહ્યું છે. આગામી ૨૪ ફેબ્રુઆરીના રોજ રાજ્‍યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ બીજી વખત બજેટ રજુ કરશે. આ બજેટ વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે કરવામાં આવેલ જોગવાઇ અંગેનું રહેશે. શ્રી શંકર ચૌધરીની અધ્‍યક્ષતામાં પ્રથમ વખત બજેટ સત્ર મળી રહ્યું છે. રાજ્‍યમાં વિક્રમ સર્જક ૧૫૬ બેઠકો મેળવીને ભાજપે શાસન સંભાળ્‍યા પછીનું પણ પ્રથમ બજેટ સત્ર છે.

આવતીકાલથી શરૂ થતાં આ બજેટ સત્ર માટે વિધાનસભા તેમજ સચિવાલય સંકુલ આસપાસ પૂરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. આ બંદોબસ્‍તના ભાગરૂપે ગઇ મોડી સાંજે વિધાનસભામાં સાર્જન્‍ટની ગોઠવણી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

આ વખતે છેલ્લા છ માસમાં પીએસઆઇ અને પીઆઇ ના પ્રમોશનમાં આવ્‍યા હોવાથી નવી ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમની ગોઠવણ માટે ગઇ સાંજે એક અગત્‍યની મીટીંગ જિલ્લા પોલીસ વડાએ બોલાવી હતી.

અગત્‍યની વાત એ છે કે આ બજેટ સત્રમાં પ્રથમ વખત વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે શ્રી શંકરભાઇ ચૌધરી સમગ્ર ગૃહનું સંચાલન કરશે. અધ્‍યક્ષ કોઇ કામથી બહાર હોય ત્‍યારે ઉપાધ્‍યક્ષ

શ્રી જેઠાભાઇ ભરવાડ ગૃહનું સંચાલન કરશે.  આ બજેટ સત્ર માર્ચની ૨૯ તારીખ સુધી મળશે. આવતીકાલે ગૃહની શરૂઆત થશે ત્‍યારે રાજ્‍યપાલશ્રીના આભાર પ્રસ્‍તાવ રજુ કરવામાં આવશે તેમજ છેલ્લા છ માસ દરમિયાન પૂર્વ ગૃહના સભ્‍યોના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખો ઉપરાંત સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે.

આ બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિઓની ચેરમેન તેમજ સભ્‍યોની રચના કરવામાં આવશે. આ વખતે સ્‍પષ્‍ટ બહુમતી છે માટે ચુંટણીની જરૂરીયાત રહેશે નહિ પરંતુ નિયમોનુસાર ચુંટણીની જાહેરાત કરવામાં આવશે.

અગત્‍યની વાત એ છે કે પ્રથમ વખત વિરોધપક્ષના સત્તાવાર સ્‍થાન વગર સત્ર મળશે. આ પરિસ્‍થિતિમાં જોવાનું રહ્યું કે ગૃહમાં વિરોધ પક્ષની ભૂમિકા શું રહેશ

 

(11:28 am IST)