Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

આપઘાત કરવા સુધી સમસ્‍યા વકરે તે પહેલા તેનું નિરાકરણ આ રીતે કરોઃ નરસિંહમા કોમાર

સામાન્‍ય લોકોના પ્રશ્નો પર રાજયભરના આઇપીએસ અધિકારીઓને સતત એલર્ટ રાખતા લો એન્‍ડ ઓર્ડરવડા પોલીસના પાયાના પથ્‍થર જેવા સ્‍ટાફ માટે આગળ આવતા પોલીસ બેડામાં હર્ષ : એક સ્‍થાને સતત ફરજ બજાવી કંટાળતા હોય તો તેમને સમયાંતરે બીજી કામગીરી આપો, રાજયભરના ટોચના પોલીસ અધિકારીઓને પત્રઃતેમની સમસ્‍યાઓ જાણવા તેમની સાથે વાત કરો, બીમારી હોય તો મદદરૂપ બનો, કાઉન્‍સીલીંગ કરાવો પણ પોલીસ સ્‍ટાફને અકાળે જીવન ટુંકાવતા રોકવા માનવીય અભિગમ ધરાવતા આઇપીએસ દ્વારા અપીલ

રાજકોટ તા.૨૨: પોલીસ તંત્રમાં પોલીસ કોન્‍ટેબલ, હેડ કોન્‍સ્‍ટેબલ, એ.એસ.આઇ જેવા લોકો પૈકી માનસિક તણાવને કારણે આત્‍મહત્‍યાના વધતા બનાવો સામે સીધા સજજન સ્‍ટાફ તરફ માનવીય અભિગમ ધરાવતા રાજયના સ્‍વચ્‍છ છબી ધરાવતા ગુજરાતના લો એન્‍ડ ઓર્ડરવડા નરસિંહમાં કોમાર આગળ આવ્‍યા છે. રાજયના દરેક પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા અને રેન્‍જ આઇજીને પત્ર પાઠવી આવા તણાવમાં રહેતા સ્‍ટાફને તાત્‍કાલીક અસરથી ઓળખી તેમના પ્રશ્નો જાણી, તેમને માનસિક તનાવ દુર થાય તે માટે તેમને એકસપર્ટ પાસે મોકલી તેમને ખુબ સારી રીતે સમજાવી તેમની કોઇ બીમારી હોય તો તેમાં મદદરૂપ બની આ સમસ્‍યાઓથી મુકત કરવા પત્ર પાઠવતા રાજય પોલીસ તંત્રના ઉકત લેવલના સ્‍ટાફના ઉચ્‍ચ હોદા પર બિરાજતા આઇપીએસ પોતાની ચિંતા કરે છે તે જાણી હર્ષની લાગણી જન્‍મી છે.

પોલીસ તંત્રમાં ચોકકસ સ્‍થાન પર એક જ પ્રકારની નોકરીને કારણે પણ તાબાના સ્‍ટાફમા હતાશા જન્‍મે છે, આ બાબત પણ મહત્‍વનું પરિબળ હોય સમયાંત્રે આવા સ્‍ટાફને અલગ અલગ કામગીરી સુપ્રત કરી બદલી કરવા પણ સૂચવ્‍યુ છે.

કોરોના કાળ દરમિયાન સર્જાયેલ પરિસ્‍થિતિ અને પોલીસ દ્વારા લેવાયેલ પગલાઓ વિગેરે બાબત પ્રથમ અને યુનિક હોવાથી આ બાબતે આખુ વોલિયમ ઇતિહાસ આલેખનાર નરસિંહમા કોમાર દ્વારા પણ અન્‍ય અધિકારીઓ સાથે ગુજરાતભરના પોલીસ સ્‍ટાફને ઓનલાઇન મેડિકલ એડવાયઝ તાત્‍કાલીક મળવા સાથે જરૂરી દવાઓ મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં સિંહ ફાળો હતો. આ પ્રકારની સુવિધા અત્‍યારે પણ સ્‍ટાફને મળી રહે તે પ્રકારે મદદ માટે સૂચવ્‍યુ છે.

રાજયના મુખ્‍ય પોલીસ વડાની ઓફીસમાં ફરજ બજાવતા આ અધિકારી પાસે કામનું ભારણ તેમના વિભાગ સિવાય તેવો ખુબ મહેનતુ હોવાને કારણે રહે છે, પણ આ ભારણને તેવો ખુબ સહજતાથી લે છે. કાયદો વ્‍યવસ્‍થા જડબેસલાક જળવાઇ રહે તે માટે તેમની વિડિયો કોન્‍ફરન્‍સ હોય ત્‍યારે ખુબ સારી અને મકકમ રીતે સૂચના આપતા આ અધિકારીના સુચનનો અનાદર થાય તો શું પરિણામ આવે તે તમામ અધિકારીઓ સારી રીતે જાણતા હોય છે, આવ અધ્‍કિારી તાબાના સ્‍ટાફની ચિંતા કરે તે મોટી વાત હોવાનું ‘અકિલા' પાસે સંખ્‍યાબંધ પોલીસ સ્‍ટાફ દ્વારા અભિપ્રાય વ્‍યકત કરાયો છે.

(11:56 am IST)