Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગુજરાતીના પાઠયપુસ્‍તકમાં અંગ્રેજીની ઘુસણખોરી અયોગ્‍ય : તખુભાઇ

ભાવનગર,તા.૨૨: વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત રાજય શૈક્ષણિક સાંસ્‍કૃતિક મંચના સંયોજક અને સર્જક તખુભાઈ સાંડસુરે જણાવ્‍યું છે કે ગુજરાતી માધ્‍યમના પાઠ્‍યપુસ્‍તકોમાં ગુજરાતીનું અંગ્રેજી ભાષા પણ મૂકવામાં આવશે. કદાચ તેનાં ભાષાતંરથી તેમાં વિદ્યાર્થીઓની ગ્રહણ શક્‍તિનો સરવાળો કરવાની મંશા હોઈ શકે. પરંતુ તેનાથી ગુજરાતી અંગ્રેજીનું મિશ્રણ એવી બાવા અંગ્રેજી અને વિકૃત ગુજરાતી ઊભી થવાનો ભય સેવાઈ રહ્યો છે.ગુજરાતી ભાષાની અસ્‍મિતા પર એક પ્રહાર તરીકે આ બાબતને જોવી જોઈએ.શૈક્ષણિક પ્રવૃત્તિઓના કાર્યમાં શિક્ષકનો પણ એક અહમ રોલ હોય છે એ ભૂમિકામાં એ તે વિદ્યાર્થીને જયાં જરૂર પડે ત્‍યાં માર્ગદર્શક બનવા હંમેશ ઉભો રહેવાનો છે. ત્‍યારે તેમાં આવું મિશ્રણ કરવું તે ઉચિત નથી. તે અટકવું જોઈએ જે મિત્રો તાર્કિક તથ્‍યોને બાજુ પર મૂકીને આ પ્રકારના વિચારને આગળ વધારી રહ્યા છે તેને ત્‍યાં જ અટકી જવું જોઈએ.સરકારે અથવા પાઠ્‍યપુસ્‍તક મંડળે તેની સ્‍પષ્ટતા કરવી જરૂરી બની છે.

ગુજરાત શૈક્ષણિક સાંસ્‍કૃતિક મંચના સહસંયોજકો શ્‍યામજીભાઈ દેસાઈ ડો.મહેશ ઠાકર,ડો. ભાવનાબેન ઠુંમર, વિનોદભાઈ પ્રજાપતિ વગેરેએ આ પ્રયોગને વખોડી ભાષાની છેડછાડયુક્‍ત પ્રવૃતિને ન ચલાવી લેવા પોતાનો મત પ્રગટ કર્યો.જરુર જણાયે જાહેર વિરોધ કરવાની તૈયારી પણ દર્શાવીએ છીએ.

(11:58 am IST)