Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

આયુર્વેદ આપણી સાચી મૂડી છે. આ પરંપરાને જાળવવી એ આપણી ફરજ છે : સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) ખાતે આયુર્વેદ ફાર્મસીનું ઉદ્‌ઘાટન

અમદાવાદ તા. ૨૨ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ભવ્ય હોલિસ્ટિક હોસ્પિટલનું નિર્માણ થયું છે. જેમાં એલોપથી, આયુર્વેદ અને યોગને પવિત્ર સમન્વય કરવામાં આવ્યો છે.

આયુર્વેદ ભારતીય સંસ્કૃતિની એક ઉત્તમ ધરોહર છે. આજે આયુર્વેદ ચિકિત્સાની સાચી પદ્ધત્તિઓ વિસરાઈ રહી છે ત્યારે જીય્ફઁ ખાતે આયુર્વેદના સાચા સ્વરૂપને સાચવી રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદ ચિકિત્સાની પંચકર્મ પદ્ધતિ, શિરોધારા વગેરે થેરાપીઓથી દર્દીઓના ઉપચાર કરવામાં આવે છે. સારવારમાં વપરાતી ઔષધિઓનું નિર્માણકાર્ય પણ અહીં થાય છે. ત્યારે આધુનિક ઉપકરણોથી સજ્જ ઔષધિઓના પરિક્ષણ માટેની લેબોરેટરી તથા ઔષધિ નિર્માણના વિવિધ મશીનો દ્વારા નૂતન ફાર્મસીમાં ઔષધિઓનું નિર્માણ થશે. ફાર્મસીમાં ઉત્પાદનથી માંડી પેકિંગ સુધીનું તમામ કાર્ય મશીનો દ્વારા થશે.

ફાર્મસીના ઉદ્ઘાટન પ્રસંગે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજાના અંતે પૂજ્ય સ્વામીજી, પૂજ્ય માધવચરણદાસજી સ્વામી, પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી, વૈદ્યરાજો શ્રી પ્રવિણભાઈ, શ્રી તપનભાઈ, શ્રી ભાવેશભાઈ, શ્રી સ્વપ્નીલભાઈ, સંકેતભાઈ, હિતેન્દ્રભાઈ, ભવદીપભાઈ ઉપરાંત આફ્રિકાથી પધારેલા ભીમજીભાઈ, આર્કીટેક શ્રી આનંદભાઈ વગેરે મહાનુભાવોના હસ્તે વિવિધ મશીનોનું પૂજન કરી ફાર્મસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ આપણી સાચી મૂડી છે. પરંપરાને જાળવવી આપણી ફરજ છે. ભગવાન ધનવંતરી આપ સૌ વૈદ્યરાજાે ઉપર કૃપાદૃષ્ટિ વરસાવે, જેથી અહીંથી તૈયાર થનારું ઔષધ પ્રસાદ સ્વરૂપે દર્દીનારાયણની સેવામાં વપરાય અને દર્દી સુપેરા સાજા થાય.        

(12:55 pm IST)