Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મહેસૂલ કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય હવે ૧૦-૨૦ અને ૩૦ વર્ષે પગારમાં વધારો મળશે

અગાઉ ૧૨ અને ૨૪ વર્ષે પગાર ધોરણ મળતું : જે તે કર્મચારીએ કલેકટર - પ્રાંતને દરખાસ્‍ત કરવાની રહેશે

રાજકોટ તા. ૨૨ : મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજય સરકારે મોટો નિર્ણય લીધો છે. કર્મચારીઓને હવે ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે પગારમાં વધારો મળશે. મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો હતો. અગાઉ ૧૨ વર્ષે ઉચ્‍ચત્તર પગાર ધોરણ મળતું હતું.ᅠ

આ વિશે જાણવા મળી રહ્યું છે કે મહેસુલ વિભાગના કર્મચારીઓને પ્રમોશન અંગેના નિયમોમાં ફેરફાર કરીને ભેટ આપવામાં આવી છે. જેથી મહેસુલ વિભાગના કર્મચારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. રાજય સરકાર દ્વારા મહેસુલ વિભાગના સરકારી કર્મચારીઓને નોકરીના ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે ઉચ્‍ચતર પગાર ધોરણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.ᅠ

જે માટે કલેકટર કચેરીના મહેકમ અને અન્‍ય કચેરીઓના ફરજ બજાવતા કર્મચારીઓએ ખાતાના વડાની કચેરીએ ઉચ્‍ચતર પગાર ધોરણ માટે દરખાસ્‍ત કરવાની રહેશે. પ્રમોશન માટેના અલગ અલગ આઠ મુદ્દાઓનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે, અગાઉ ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્‍ચતર પગાર ધોરણ આપવામાં આવતું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્‍ચતર પગાર ધોરણ આપવામાં આવતું હતું.

(1:16 pm IST)