Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વિરમગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં "Cursive Writing Campaign" નું આયોજન કરવામાં આવ્યું

પ્રથમવાર વિરમગામમાં સરકારી શાળાઓમાં "Cursive Writing Campaign" ના માધ્યમથી ૧૦,૦૦૦ બાળકોને અંગ્રેજી વિષયમાં પ્રોત્સાહિત કરવાનું કામ ૧૫૫ સરકારી શિક્ષકોએ કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાતની ૩૨,૫૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી પહેલીવાર મારા વિરમગામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં "Cursive Writing Campaign" નું આયોજન કરવામાં આવ્યું હતું,  "Cursive Writing Campaign" ના સમાપન સમારોહમાં હાજરી આપી અને શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાનગી શાળાઓમાં "Cursive Writing Campaign" કાર્યક્રમો થાય છે પરંતુ પ્રથમવાર વિરમગામમાં સરકારી શાળાઓમાં "Cursive Writing Campaign" ના માધ્યમથી ૧૦,૦૦૦ બાળકોને અંગ્રેજી વિષયમાં પ્રોત્સાહિત કરવાનું કામ ૧૫૫ સરકારી શિક્ષકોએ કર્યું છે. મારા વિરમગામ તાલુકાના સરકારી શિક્ષકોએ આ માત્ર એક પહેલી નથી કરી પરંતુ નવા યુગનો પ્રારંભ કર્યો છે. વિરમગામ બીઆરસી ટીમને ખુબ ખુબ અભિનંદન તેમ વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું.

(1:31 pm IST)