Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ધરમની વાસ્‍તવિકતા જાણ્‍યા પછી શું પુષ્‍પા રાશિનું રક્ષણ કરી શકશે?

સિરીયલ ‘પુષ્‍પા ઈમ્‍પોસિબલ'માં

 (કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબની સિરીયલ પુષ્‍પા ઈમ્‍પોસિબલ એક મહિલાને પોતાને માટે સન્‍માનનું જીવન પ્રાપ્ત કરવા કેવા અપારંપરિક માર્ગે જવું પડે છે તે દર્શાવે છે. આ પુષ્‍પા પટેલની વાર્તા છે. તે એકલી માતા છે, જે પોતાના સંતાનને શકય શ્રેષ્ઠ જીવન આપવા માટે કટિબદ્ધ છે.

આગામી એપિસોડમાં શો ધરમ રાયધન (જયેશ મોરે)ની ઓળખ વિશે સચ્‍ચાઈની ખોજ કર્યા પછી ટસલમાં પુષ્‍પા (કરૂણા પાંડે) અને રાશિ (દેશના દુગડ)ની ભાવનાત્‍મક વાર્તા કહેશે.હમણાં સુધી ધરમ રાયધનને બોન મેરોની જરૂર છે. વસુંધરા (દીપાલી પાનસરે) પુષ્‍પાના બાળકોને સમજાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેઓ દાતા તરીકે ઉત્તમ રીતે મેચ થાય છે. બીજી બાજુ રાશિ તેના પિતા વિશેની સચ્‍ચા જાણશે. આ ઘટનાક્રમ રાશિને અવઢવમાં મૂકી દેશે અને તે હમણાં સુધી જેની પર અંધવિશ્વાસ રાખ્‍યો એવી પોતાની માતા સામે પ્રશ્ન ઉઠાવશે. તેમ  રાશિની ભૂમિકા ભજવતી દેશના દુગડે જણાવ્‍યું હતું.

(3:10 pm IST)