Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અમદાવાદ પારસી પંચાયત દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર ૩૩ યુવા પારસીઓનું સન્‍માન

અમદાવાદ પારસી પંચાયત તરફથી વિવિધ ક્ષેત્રે સિધ્‍ધીઓ પ્રાપ્‍ત કરનારા પારસીઓને સન્‍માનવા વાર્ષિક એવોર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન તારીખ ૧૮ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ કરવામાં આવ્‍યું હતું. આ એવોર્ડ વિતરણ સમારંભના મુખ્‍ય અતિથિ તરીકે શ્રી વિસ્‍પી ખરાડી ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી વિસ્‍પી ખરાડી આંતરરાષ્‍ટ્રિય  ખ્‍યાતિ પ્રાપ્‍ત કરાટે ચેમ્‍પીયન છે અને તેમના નામે ગીનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડસમાં ૧૦ રેકોર્ડ નોંધાયા છે, જેમના શુભ હસ્‍તે ૩૩ યુવા પારસીઓને એવોર્ડ આપવામાં આવ્‍યા હતા. અને ત્‍યારબાદ જ્ઞાતિ સમૂહ ભોજન કરી કાર્યક્રમ પુરો કરવામાં આવ્‍યો હતો. (ઉશ્‍તા તે-સૌ ખુશ રહો)

(3:50 pm IST)