Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગુજરાતમાં પાંચ વર્ષમાં પ૦૦ કરોડના રોકાણ માટે ગ્રીનઝો એનર્જીના એમ.ઓ.યુ.

ગાંધીનગરમાં ગ્રીનઝો એનર્ર્જી દ્વારા રૂા.પ૦૦ કરોડના રોકાણ અંગે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની હાજરીમાં એમ.ઓ.યુ. થયેલ પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર તા.રર : ગુજરાત સરકારની ધ આત્‍મનિર્ભર ગુજરાત સ્‍કીમ્‍સ ફોર આસીસ્‍ટન્‍સ ટુ ઇન્‍ડસ્‍ટ્રીઝ યોજના અંતર્ગત ગ્રીન્‍ઝો એનર્જી ઇન્‍ડિયા લીમીટેડ ગાંધીનગર ખાતે રાજયના મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા હતા. આ એમઓયુ પર હસ્‍તાક્ષર કરવા વેળાએ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ સાણંદના ધારાસભ્‍ય કનુભાઇ પટેલ, મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન પણ હાજર રહયા હતા. આ એમઓયુ પર ગ્રીન્‍ઝો એનર્જી ઇન્‍યિાના ચેરમેન અને એમ.ડી. સંદીપ અગ્રવાલ તથા જીઆઇડીસીની વીસી અને એમડી રાહુલ ગુપ્‍તા વચ્‍ચે કરવામાં આવ્‍યા હતા.

ઇંધણના અને ખાતરો પર ભારતના આયાત ખર્ચને ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્‍પાદન જરૂરી છે અને બચત કરેલા નાણાંનો ઉપયોગ ઇન્‍ફ્રાસ્‍ટકચરના નિર્માણમાં અને નાગરીકો માટે સામાજિક કલ્‍યાણ યોજનાઓ બનાવવા માટે કરવામાં આવશે. બળતણ કરી  હાઇડ્રોજન બિન પ્રદુષિત અને પર્યાવરણને અનુકુળ છે. તે પાણીના ઇલેકટ્રોલિસીસ દ્વારા ઉત્‍પન્‍ન કરી શકાય છે. જે ફરીથી પર્યાવરણને અનુકુળ છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્‍પાદનમાં સૌર ઉર્જાનો ઉપયોગ ઇલેકટ્રોલિસીસ માટે થાય છે. તેથી તે ટકાઉ છે અને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.ગ્રીન્‍ઝો એનર્જી ઇન્‍ડીયા લીમીટેડ આગામી કેટલાક વર્ષોમાં સાણંદ ઇલેકટ્રોલાઇઝર મેન્‍યુફેકચરીંગ ફેકટરી સ્‍થાપવા માટે લગભગ પ૦૦ કરોડનું રોકાણ કરશે. આ ફેકટરી અંદાજે ૧૦૦ લોકો માટે  સીધી હજારો પરોક્ષ રોજગાર સર્જન કરશે. એમઓયુ હેઠળ ગુજરાત સરકારે સાણંદ ખાતે ફેકટરી સ્‍થાપવા માટે ૧૦૦૦૦ ચોરસ મીટર જમીન પણ ફાળવી છે.

શ્રી સંદિપ અગ્રવાલ, શ્રી ભરત ગુપ્‍તા, શ્રી કુશલ અગ્રવાલ, શ્રીમતી શ્રેયા અગ્રવાલ અને શ્રી અમિત સિંધલના બનેલા ગ્રીનઝો એનર્જી ઇન્‍ડીયા લીમીટેડના નેતૃત્‍વએ ઇલેકટ્રોલાઇઝ મેન્‍યુફેકચરીંગમાં આત્‍મનિર્ભરતાના મહત્‍વ પર ભાર મુકયો હતો.

(4:14 pm IST)