Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સુરતમાં પ્રાઇવેટ બસની એન્‍ટ્રી બંધ : મુસાફરો રઝળ્‍યા : વાલક પાટીયે પેસેન્‍જરો ઉતારાતા ટ્રાફિક જામ

રિક્ષા ચાલકોએ પણ મુસાફરોને શહેરમાં લઇ જવા અધધ ભાડા વસુલ્‍યાઃ ભારે રોષ

સુરત, તા. રર :  સુરતમાં એકપણ લકઝરી બસ વહેલી સવારથી શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય લકઝરી બસ ઓપરેટરો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્‍યો હતો. ધારાસભ્‍યની ટ્રાફિક ડીસીપીને રજુઆતને લઇ ખાનગી બસ ઓપરેટરો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેને લઇ ગઇકાલે વહેલી સવારે તમામ લકઝરી બસ ઓપરેટરો શહેરીન બહાર વાલક પાટિયા પાસે જ પેસેન્‍જર ઉતારી દઇ બસ ખાલી કરી દીધી હતી. જેને લઇ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્‍યો હતો.

આ સાથે જ ઘર સુધી પહોંચવા સવારે પરિવારજનોને શહેર બહાર સુધી આવવું પડયું હતું તો ઘણાએ તો બસના ભાડા કરતા અડધો ખર્ચ ઘર સુધી પહોંચવા વેઠવો પડયો હતો.

શહેરમાં છેલ્લા બે દિવસથી ધારાસભ્‍ય વર્સિસ ખાનગી બસ ઓપરેટરની લડાઇ જ ચર્ચાનો વિષય બની રહી છે.

ભાજપના ધારાસભ્‍યના પત્રને સમર્થન આપતા શહેરમાં એકપણ ખાનગી બસ પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય કર્યો હતો. ત્‍યારે કાનાણી અને ખાનગી બસ ઓપરેટરોની લડાઇમાં મુસાફરોએ હેરાન થવાનો વારો વહેલી સવારથી આવ્‍યો હતો. વહેલી સવારથી જ સુરત પહોંચી ચુકેલા મુસાફરોને શહેર બહાર વાલકે પાટિયા પાસે ઉતારી દેવાત મુસાફરોએ કહ્યું હતુ કે ધારાસભ્‍ય અને ખાનગી બસ ઓપરેટરોની લડાઇમાં પેસેન્‍જરનો મરો થયો છે. બેની લડાઇમાં ત્રીજો માણસ  હેરાન થઇ રહ્યો છે.

સુરત લકઝરી બસ ચેરીટેબલ એસોસિએશન દ્વારા ર૧ તારીખથી એક પણ બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્‍વનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શહેરના ૪૦૦ થી વધુ બસ ઓપરેટરો સહમત થયા હતા અને ગત રોજથી સમગ્ર શહેરમાં માત્ર એક જ મુદ્દો ચર્ચા તો હતો કે સુરતમાં લકઝરી બસ આવશે નહીં તો મુસાફરોનું શુ થશે. ત્‍યારે ખાનગી બસ ઓપરેટરો પોતાના નિર્ણયને અળગી રહેતા વહેલી સવારે એકપણ બસ સુરતમાં પ્રવેશ કરી નહીં

વહેલી સવારે પાંચથી સાત વાગ્‍યા દરમિયાન ૪૦૦ થી પ૦૦ બસો ત્‍યાં આવી પહોંચી હતી જેને લઇ સુરત શહેર બહાર લાલક પાટિયાથી કામરેજ તરફના રોડ સુધી ખાનગી લકઝરી બસોના રોડ પર થપ્‍પા લાગી ચુકયા હતા અને વહેલી સવારે સુરત શહેરની બહાર વાલક પાટિયાથી કામરેજના મુખ્‍ય રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. લકઝરી બસ ઓપરેટરો દ્વારા શહેરમાં એકપણ બસ પ્રવેશ થઇ ન હતી. જેને લઇ શહેરમાં દુર-દુર થી આવતા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવામાં આવ્‍યા હતા.

સુરતમાં વરાછાના ધારાસભ્‍ય અને ખાનગી બસ ઓપરેટરોનો વિવાદ છેડાયો છે. ધારાસભ્‍યએ ટ્રાફિક ડીસીપીને લખેલા પત્રને લઇ ખાનગી બસ ઓપરેટરોએ

આજથી શહેરમાં એકપણ બસ પ્રવેશવા નહીં આવે તેવો નિર્ણય કર્યો હતો. જેને લઇ વહેલી સવારે સૌરાષ્‍ટ્રથી મુસાફરોને લઇને આવતા બસ ઓપરેટરોએ મુસાફરોને શહેરની બહાર વાલક પાટિયા પાસે ઉતારી દીધા હતા. જે થી મુસાફરોએ પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.

વહેલી સવારે સુરત બહાર ઉતારી દીધેલા મુસાફરોએ જણાવ્‍યુ હતું કે આ રીતે શહેર બહાર ઉતારી દેવાતા પુરેપુરી તકલીફ પડી છે વહેલી સવારે અહીં વાહનો પણ નથી મળતા મુસાફરો નાના બાળકો જોડે આવ્‍યા છે. ૧પ૦૦-ર૦૦૦ રૂપિયા ભાડુ ખર્ચીને સૌરાષ્‍ટ્રથી સુરત આવે છે. સુરત આવીને બહાર ઉતારી દીધા છે. રિક્ષાવાળા પ૦૦ થી ૬૦૦ રૂપિયા ભાડુ માંગે છે છતાં રિક્ષા મળતી નથી.

(4:20 pm IST)