Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા:24 એકમોની તપાસ કરવામાં આવી હોવાની માહિતી

કપડવંજ : કપડવંજ શહેરમાં ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગ દ્વારા ૨૪ જેટલા એકમોમાં ખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મળી આવેલા ૨૪ કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરાયો હતો. દરોડાને લઇને દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તંત્ર દ્વારા સેમ્પલો લઇને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા હતા.

સમગ્ર કપડવંજ વિસ્તારમાં તાજેતરમાં ડેઝિગનેટેડ ઓફિસર  પી ડી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર , નડિયાદ ના ફૂડ સેફ્ટી ઓફિસર સિનિયર ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી , કે એમ પટેલ તથા એમ જે દીવાન ની સંયુક્ત ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ - વાન સાથે કપડવંજ શહેરમાં હોટલ , રેસ્ટોરન્ટ તથા ખાણીપીણીની લારીઓ ઉપર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે તપાસ કરવામાં આવી હતી.

 આ તપાસ દરમિયાન કુલ ૨૪ પેઢીની તપાસ કરેલ જે પૈકી પંચામૃત રેસ્ટોરન્ટ (સંગમ) માંથી વેજ પુલાવ તથા દાલ ફ્રાય , વૃંદાવન હોટલમાંથી સૂકી તુવેરનું શાક તથા મસાલા રાઈસ , ન્યુ મહાવીર રાજસ્થાન કાઠીયાવાડી હોટલમાંથી કપાસીયા તેલ,  મીરા કાઠીયાવાડી હોટલમાંથી મિક્સ વેજ કાઠીયાવાડી સબ્જી , બંધન ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી મરચું તથા હળદર , શ્રી ગાયત્રી ખમણ સેન્ટરમાંથી બેસન તેમજ બાલાજી પાવભાજી સેન્ટરમાંથી પુલાવા સેમ્પલો લઇને તેને ચકાસણી અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.

(5:26 pm IST)