Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ખેડા જિલ્લામાં પીકઅપ ડાલામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ

નડિયાદ : એલસીબી ખેડા પોલીસે સિહુજ ચોકડીથી ફિલ્મી ડબ્બે પીછો કરી પીકઅપ ડાલુ ગાડીના ચાલકને વિદેશી દારૂ રૂ. ૯૦,૦૦૦ તેમજ ગાડી મળી કુલ રૂ. ૫,૯૫,૦૦૦ નો મુદ્દા માલ ઝડપી પાડયો હતો. આ બનાવો અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

એલસીબી પોલીસ મહેમદાવાદ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે એક પીકઅપ ડાલુ વિદેશી દારૂ ભરી હલધરવાસ ચોકડી થી સિંહુજ ચોકડી તરફ આવનાર છે. જેથી પોલીસ વોચમાં હતી ત્યારે પીકઅપ ગાડી આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતાં ચાલકે ગાડી હંકારી મુકતા પોલીસે પીછો કરી અરેરી પાટીયા પાસે ઓવરટેક કરી ગાડીને ઉભી રખાવી પીકઅપ ડાલુના ચાલકની પૂછપરછ કરતા હરકનભાઈ  રાયમાજી અદાજી રબારી (રહે. નાની ડુંગમાલ, તા. ધાનેરા) હોવાનું તેમ જ આ વિદેશી દારૂ મારવાડા બોર્ડરથી ચીમનારામ દેવાસી (રહે, રાનીવાડા, રાજસ્થાન) એ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે પીકઅપ ડાલાની તલાસી લેતા વિદેશી દારૂ બોટલ નંગ ૧૮૦ કિંમત રૂ. ૯૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડીના ચાલક પાસેથી મોબાઇલ કિંમત રૂ. ૫૦૦૦ તેમજ ગાડી રૂ. પાંચ લાખની મળી કુલ રૂ. ૫,૯૫,૦૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. 

(5:27 pm IST)