Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરામાં લગ્ન પ્રસંગમાં મોડીરાત્રી સુધી ડીજે વગાડવા બાબતે ચાર શખ્સોની અટકાયત

વડોદરા: શહેરની વાઘોડિયા ચોકડી પાસે તથા સયાજીગંજ પોલીસ હદ વિસ્તારમાં મોડીરાત્રિ સુધી પરવાનગી વગર લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા મુદ્દે જાહેરનામા ભંગ બદલ બે અલગ અલગ ગુનામાં પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરી ડીજે સિસ્ટમ જપ્ત કરી હતી.

વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ખાતે આવેલ વૈકુંઠ સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રે 11:00 વાગ્યાના સુમારે ડીજે વાગતું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જે સંદર્ભે પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી ડીજે સંચાલક પ્રશાંત વિશ્રામભાઈ પટેલ (રહે-ખટંબા ગામ ,વડોદરા) ની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. તેવી જ રીતે સયાજીગજ પોલીસે નવયુગ વિદ્યાલય દીપક નગર પાસે રાત્રે 11:00 વાગ્યાના સુમારે લગ્ન પ્રસંગમાં ડીજે વાગતુ હોવાની ફરિયાદ મળતા કાર્યવાહી કરી હતી. ડીજે સંચાલક હર્ષદ અરમાનભાઈ ભોઈ (રહે -કિશનવાડી) , લગ્ન આયોજક શૈલુભાઇ વિહાભાઇ ભરવાડ અને ટેમ્પો ચાલક આદિત્ય પરેશભાઈ રાજપુત (રહે - ફતેગંજ)ની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી ટેમ્પો સાથે રૂપિયા 1.50 લાખની કિંમતની સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી હતી.

(5:29 pm IST)