Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરા:વાડી વિસ્તારમાં પોલીસે ઓચિંતાનો છાપો મારી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડયા

વડોદરા: વાડી મહાદેવ  તળાવની પાસે વુડાના મકાનની નજીક જુગાર રમતા છ જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.

એલસીબી ઝોન - ૩ ના સ્ટાફને માહિતી મળી હતી કે,વાડી મહાદેવ તળાવ પાસે વુડાના મકાનની પાછળ મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમે છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ પાડી હતી.પોલીસે જુગાર રમતા (૧) રવિ બાબુલાલ શર્મા (રહે.ધનલક્ષ્મી સોસાયટી,વાઘોડિયા રોડ) (૨)અક્ષય સુભાષભાઇ તડવી (રહે.સ્લમ ક્વાટર્સ,બાપોદ જકાતનાકા) (૩) જયેન્દ્ર પ્રમોદભાઇ મદતર (રહે.શિવકુંજ સોસાયટી,બાપોદ જકાત નાકા) (૪) અજય લાલુભાઇ વણજારા  (૫) નરેશ શંભુભાઇ (બંને રહે.વુડાના મકાનમાં,શાસ્ત્રી બાગ  પાસે) અને (૬) રાજેશ બાબુભાઇ રાઠોડ (રહે.ચંદ્રપ્રભા નગર,પાણીગેટ)ને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડા મળીને કુલ રૃપિયા ૯,૨૫૦ ની મત્તા કબજે કરી છે.

(5:33 pm IST)