Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

વડોદરાના વારસિયા વિસ્તારમાં વિદેશી દારૂ વેંચતા એક શખ્સની 87 બોટલ સાથે ધરપકડ

વડોદરા:વારસિયામાં વિદેશી દારૃ વેચતા આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડી દારૃની ૮૭ બોટલ અને બિયરના ૧૮ ટીન કબજે લીધા છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,વારસિયા વાસવાણી કોલોનીમાં રહેતો ગણેશ રામચંદાણી તેના મકાનની સામે આવેલા મુકેશ હરજાણીના મકાનની પાછળની ગલીમાં જૂના ખંડેર જેવી રૃમમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા  વિશાલ અશોકભાઇ લાલવાણી (રહે.કોટની પાછળ,વારસિયા) પોલીસને જોઇને ઉતાવળા પગે ચાલવા લાગ્યો હતો.જેથી,પોલીસે કોર્ડન કરીને વિશાલને ઝડપી પાડયો હતો.પોલીસે તેને સાથે રાખીને રૃમમાં તપાસ કરતા દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,આ દારૃનો જથ્થો ગણેશ રામચંદાણીનો છે.અને દારૃના વેચાણ માટે મને રાખ્યો છે.જેના મને રોજના ૬૦૦ રૃપિયા મળે છે. પોલીસે  દારૃની ૮૭ બોટલ કિંમત રૃપિયા ૧૬,૭૦૦ તથા બિયરના ૧૮ ટીન કિંમત  રૃપિયા ૧,૮૦૦ ના કબજે કર્યા હતા.પોલીસે ગણેશ દયાલદાસ રામચંદાણીને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:32 pm IST)