Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

સુરતમાં ખાનગી બસ પ્રવેશવા અંગેની મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે અને આવતીકાલથી તમામ ખાનગી લકઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે

ટ્રાફિક જોઇન્ટ સીપી ડી.એચ.પરમાર સાથે બસ સંચાલકોએ બેઠક કરી જેના પછી સુરતમાં આવતીકાલથી તમામ લક્ઝરી બસ પ્રવેશ કરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સુરત પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે હવે રાત્રે ૧૦થી સવારના ૭ સુધી બસો શહેરમાં પ્રવેશ કરી શકશે. જાહેરનામા મુજબના પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે તેવી ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત બાદ સુરતમાં ખાનગી બસ પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવેલ.

સુરતના વરાછાના ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરો આમને-સામને આવી ગયા હતા. કુમાર કાનાણી સામે ખાનગી બસ ઓપરેટરો વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી બસ એસોસિએશન દ્વારા ધારાસભ્યના પત્ર બાદ બસને વાલક પાટિયા પાસે જ ઉભી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાનગી બસ એસોસિએશનના આ નિર્ણયને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારા આવ્યો હત
સુરતમાં ટ્રાફિકને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

 

(8:32 pm IST)