Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ધાનેરામાં દારૂડિયો હડકાયો બન્યો :ઘરમાં ઘુસી તબીબના પત્નીને હાથમાં બચકું ભર્યું :મંગળસૂત્ર પણ ખેંચવા લાગ્યો

મહાવીરનગર સોસાયટીમાં દારૂ ઢીંચીને એક નશેડી ચઢી આવ્યો : મંગળસુત્ર ખેચીને હુમલાનો પ્રયાસ કરતા લોકોએ બરાબરનો મેથિપાક ચખાડ્યો

બનાસકાંઠાના ધાનેરાની મહાવીરનગર સોસાયટીમાં દારૂ ઢીંચીને એક નશેડી ચડી આવ્યો હતો, ધાનેરામાં દારૂડિયા યુવકે ઘરમાં ઘૂસીને ડોક્ટરની પત્નીને બચકું ભર્યું હતું.મંગળસુત્ર ખેચીને હુમલાનો પ્રયાસ કરતા લોકોએ બરાબરનો મેથિપાક ચખાડ્યો હતો

  ઘટનામાં મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ધાનેરામાં મહાવીરનગરની સોસાયટીમાં દારૂડિયો એક તબીબના ઘરમાં ઘૂસી ગયો હતો. પોતે જાણે હડકાયો હોય તેમ તબીબના પત્નીને હાથમાં બચકું ભરી લીધું. ત્યારબાદ મંગળસૂત્ર ખેંચવા લાગ્યો હતો. ત્યારબાદ લોકોએ એને બરાબર ધોયો હતો. દારૂડિયાને લોકોએ એવો ફટકાર્યો કે મારી મારીને રબ્બર જેવો કરી દીધો. પછી પોલીસ પણ આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસ દારૂડિયાને પકડીને લઈ ગઈ હતી.

 

(9:57 pm IST)