Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગરૂડેશ્વરનાં સ્વામી સમર્થન નિવાસ આશ્રમમાંથી યુવતી ક્યાંક જતી રહેતા પોલીસની મદદ મંગાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલા એક આશ્રમમાંથી યુવતી ક્યાંક જતી રહેતા આ બાબતે પોલીસની મદદ લેવામાં આવી છે

  મળતી માહિતી અનુસાર પ્રમોદ સુમંત પુરન્દરે (રહે.૬૦૧, શ્રી સોસાયટી પરાન્જ પે સ્કીમ એ રોડ નં.૧ વીલે પાર્લે (ઇસ્ટ) મુબઇ )નાઓએ ગરુડેશ્વર પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી રૂતુજાબેન ગઇ તા.૨૦/૦૨/૨૦૧૩ના સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ગરૂડેશ્વર ખાતે આવેલ સ્વામી સમર્થન નિવાસ આશ્રમમાંથી ક્યાંક જતા રહેલ હોય રૂતુજાબેને શરીરે પીળા કલરનો સલવાર અને પીળા કલરની ઓઢણી અને મરૂન કલરનો કુર્તો પહેરલ છે.જેની ઉંચાઈ આશરે ૫. ૧/૨(સાડા પાંચ) ફુટ છે. રૂતુજાબેન અંગ્રેજી,મરાઠી, હિન્દી,ફ્રેન્ચી ભાષા બોલે છે. અને સમજે છે. તથા ગુમ ઋતુજાબેન ને ગુજરાતી ભાષા આવડતી નથી. હાલ ગરુડેશ્વર પોલીસે માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.

 

(10:24 pm IST)