Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

નર્મદા આરટીઓ અધિકારીએ રાજ્ય બહાર કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલી ટ્રક પકડી પોલીસને સોંપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં મૂંગા પશુઓમાં ભેંસોની હેરાફેરી અવાર નવાર જોવા મળે છે ત્યારે હાલમાં એક આરટીઓ અધિકારીએ વાહન ચેકીંગ દરમિયાન ટ્રક માં ક્રૂરતા પૂર્વક ભરીને લઈ જવાતી ભેંસો સાથે ટ્રકને ઝડપી પાડી હતી

  મળતી માહિતી મુજબ આરટીઓ ઇન્સ્પેકટર ધવલ ડાહ્યાલાલ રોહિત તેમની ટીમ સાથે વાહન ચેકીંગ માં હતા ત્યારે આરટીઓ કચેરી નજીક થી પસાર થતી ટ્રક નંબર GJ-23-V- 1398 ને અટકાવી તપાસ કરતા અંદર  ભેંસો નંગ-૨૪ કે જે ગીચોગીચ ક્રૂરતાથી મોઢાના ભાગે દોરડાઓથી કસીને બાંધી ખાવા માટે ઘાસચારો કે પીવા માટે પાણીની સગવડ નહી રાખી કતલખાનામાં લઇ જવાના આશયથી રાજ્ય બહાર નિકાસ બંધ હોવા છતાં રાજ્ય સરકારની મંજુરી વિના મહારાષ્ટ્ર રાજ્યમાં લઇ જવાની તૈયારી બતાવી કુલ-૨૪ ભેંસો ભરી જેમાં એક ભેંસ મરી ગયેલ હોય બાકીની ભેંસો-૨૩ કિ.રૂ.૩,૪૫, ૦૦૦ તેમજ ટ્રક કિ.રૂ.૭,૦૦, ૦૦૦ તાડપત્રી નંગ-૦૧ મળી કુલ્લે રૂ.૧૦,૪૫,૦૦૦ના મુદ્દામાલ સાથે આરટીઓ ઇન્સ્પેકટર ધવલ રોહિતના પેટ્રોલિંગ દરમિયાન પકડાય જતા આરટીઓ અધિકારીએ ટ્રક અને મુદ્દામાલ રાજપીપળા પોલીસને સોંપતા પોલીસે (૧) રસીદમીયા નબીમીયા મલેક (રહે.ચકલાસી વનીપુરા રોડ તા.નડિયાદ જી.ખેડા)તથા (૨) એઝાઝમીયાં સાજીદમીયા મલેક(રહે. સામરખા  મીલતનગર મસ્જીદ આગળ તા.જી.આણંદ )તથા (૩) અબ્દુલસમદ ફકીરમહમદ મલેક (રહે. સામરખા તા.જી.આણંદ) ને પકડી ગુનો દાખલ કર્યો છે.

 

(10:26 pm IST)