Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયો

જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા માતૃભાષા મહિમાનું રસપાન કરાવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ:સાણંદ, કણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં  વિશ્વ માતૃભાષા અંતર્ગત માતૃભાષા મહોત્સવ ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કાર્યક્રમ યોજાયો હતો, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ સાણંદ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિધ્ધ વક્તા જય વસાવડા ઉપસ્થિત રહી માતૃભાષા મહિમા અને માતૃભાષા ગૌરવનું મહત્વ સમજાવ્યું હતું. સાથે કાજલ ઓઝા વૈદ્ય તેમને પણ માતૃભાષા પર સૌ શ્રોતાગણને રસપાન કરાવ્યું હતું.

 વિશ્વ માતૃભાષા દિવસે ૩૩ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ માતૃભાષા મહોત્સવ ઉજવાયો જેની પરિકલ્પના અર્પણ કરનાર પ્રેરક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જાણીતા કવિઓ રમેશ ચૌહાણ, ડી. સિંઘ સીસોદિયા, રક્ષાબેન શુક્લ જેમને માતૃભાષા પર કવિતા, ગઝલ પ્રસ્તુત કરી હતી. વિશેષમાં ‘આનંદમૂર્તિ’ બાપુ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

  ઉપરાંત ડૉ.તુષારભાઈ, પ્રો એસ.એસ.સોઢા, જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, તુલસીભાઈ માનવ સેવા ટ્રસ્ટ, મનુભાઈ બારોટ, કે.ડી પરમાર, ડૉ. ચૌહાણ તથા મનુભાઈ કુબાવત,પનઘટ કલા કેન્દ્રના સંસ્થાપક ભાવિનભાઈ, ભારત માતા મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા વગેરે હાજર રહયા હતા. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ મોટી સંખ્યામાં હાજર રહેલા માતૃભાષા પ્રેમી મહેમાનો, પ્રબુદ્ધ નાગરિકો, અભિભાવકો, વિદ્યાર્થીઓનો અભાર વ્યક્ત કર્યો હતો અને સર્વેને માતૃભાષા દિવસની શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ )

 

(10:32 pm IST)