Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો

ભાદર એક ડેમમાં રહેલો પાણીનો સ્ટોક જુલાઇ મહિના સુધી ચાલશે

અમદાવાદ :  ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો છે. ભાદર 1 ડેમ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ડેમ ગણાય છે. 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં પાણીની કુલ ક્ષમતા 6 હજાર 648 એમ.સી.એફ.ટી.ની છે. ગત વર્ષે ભારે વરસાદને લઈ ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો. ભાદર એક ડેમમાં રહેલો પાણીનો સ્ટોક જુલાઇ મહિના સુધી ચાલશે. જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત યોજના ઉપર  લોકોને પીવાના પાણીનો આધાર રાખવો પડશે.

  ભાદર કેનાલ મારફતે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના 42 ગામોની 26 હજાર 800 હેકટર ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. રાજકોટ મહાનગર પાલિકા, જેતપુર નગરપાલિકા, અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજનાનો મુખ્ય આધાર ભાદર 1 ડેમ છે. 

  આ સાથે જ ગોંડલ તાલુકા  4 જેટલી જૂથ યોજના તેમજ 65 જેટલા ગામોના આશરે 18 લાખ લોકોને પીવાના પાણી ભાદર એક ડેમમાંથી પુરુ પાડવામાં આવે છે. ઉનાળુ પાક માટે પાણીની જરૂર પડશે તો ખેડૂતોને આપવામાં આવશે, જયારે બાકીનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવશે.

 

(10:53 pm IST)