Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મહેસાણામાં લગ્નના પ્રમાણપત્રોનું કૌભાંડ : ક્લાર્કે 60 જેટલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ બારોબાર આપી દીધા

ક્લાર્ક જીગર રાવલે રજીસ્ટ્રારની ડિજિટલ સહી વાળા સર્ટિ આપી દેતા ચકચાર : સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી રજીસ્ટ્રારનો ચાર્જ પરત લેવાયો : ક્લાર્ક અને રજીસ્ટ્રારને લગ્ન નોંધણી શાખામાંથી હટાવી દેવાયા

મહેસાણા નગરપાલિકામાં  રજીસ્ટ્રારની સહી વગર લગ્નના પ્રમાણપત્રો આપ્યાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા નગરપાલિકાના ક્લાર્કે 60 જેટલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ બારોબાર આપી દીધા હતી. ક્લાર્ક જીગર રાવલે રજીસ્ટ્રારની ડિજિટલ સહી વાળા સર્ટિ આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો

   આ સમગ્ર કૌભાંડમાં રજીસ્ટ્રાર દિલીપ ત્રિવેદીની જાણ બહાર તેમની ડિજિટલ સહી વાળા સર્ટિ બનાવાયા હોવાનુ ખુલ્યું છે. જેની જાણ થતાં ચીફ ઓફિસર દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી રજીસ્ટ્રારનો ચાર્જ પરત લેવાયો છે. ક્લાર્ક અને રજીસ્ટ્રારને લગ્ન નોંધણી શાખામાંથી હટાવી દેવાયા છે અને સમગ્ર મામલાની તપાસ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને સોંપાઈ છે. 

(11:34 pm IST)