Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અમદાવાદના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને વિજિલન્સ તપાસની માંગ કરી

છ માસથી મરામતના બહાને બંધ : ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન આકરા પાણીએ

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે TV9ના અહેવાલની અસર પડી છે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ મુદ્દે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન આકરા પાણીએ છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ મ્યુનિસિપલ કમિશનર પાસે આ મુદ્દે વિજિલન્સ તપાસની માંગ કરી છે. તેમજ જવાબદાર સામે કડક પગલાં લેવા માટે પણ માંગ કરી છે.

જેમાં મ્યુનિસિપલ કમિશનરને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનને પત્ર લખ્યો છે. તેમણે છ માસથી વધુ સમય બ્રિજ બંધ હોવાના કારણે કમિશનર પાસે તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓવરબ્રિજ શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો છે. આ બ્રિજ અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રા.લી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2015 માં કામ શરૂ કર્યા બાદ બે વર્ષ બાદ 30-11-2017ના રોજ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજના સ્ટ્રક્ચરની લાઈફ નક્કી કરવામાં આવી હતી.

 

(11:38 pm IST)