Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગાંધીનગરમાં સે-2માં વહેલી સવારે ઘરમાં ઘુસી આવેલ અજાણ્યા યુવાન સાથે ઝઘડો થતા પાઇપથી હુમલો થતા ઘાયલ યુવાનનું મૃત્યુ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૨એમાં આજે વહેલી પરોઢે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા યુવાન સાથે ઝપાઝપી કર્યા બાદ ઘરમાં રહેતા યુવાને માથામાં પાઇપ ફટકારી દેતા ઘાયલ યુવાનનું મોત નિપજ્યું હતું. આ મામલે હાલ તો સે-૭ પોલીસે યુવાન સામે હત્યાનો ગુનો દાખલ કરીને અજાણ્યા યુવાનની ઓળખ માટે મથામણ શરૃ કરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે સવારના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક યુવાનનો મૃતહાલતમાં લવાયો હતો જેના કારણે સેક્ટર-૭ પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તપાસ કરતા મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ યુવાનનો મૃતદેહ સેક્ટર-૨એ પ્લોટ નંબર ૭૧-૨ની બહારથી મળી આવ્યો હતો જેથી પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં પતાસ કરતા આ મકાન જ્હાનવીદે કિન્નરનું હોવાનું બહાર આવ્યું હતું અને આ સંદર્ભે પુછતા તેણે કહ્યું હતું કે, તેની સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતા નિખીલ ધર્મેન્દ્ર રાજ સવારે ઉઠયો ત્યારે એક વ્યક્તિ ઘર આગળ આવી ગયો હતો અને આ યુવાનને કેમ આવેલ છે તેમ પુછતા તેણે કંઇ જવાબ આપ્યો ન હતો અને તેની સાથે ઝપાઝપી થયા બાદ તેના માથાના ભાગે પાઇપ ફટકારી દીધી હતી ત્યાર બાદ સાડા આઠ વાગ્યા સુધી આ યુવાન ઘરની બહાર બેઠો હતો અને મૃત્યુ પામ્યો હતો જેથી હાલ તો આ મામલે સેક્ટર-૭ પોલીસે નિખીલ રાજ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે મથામણ કરી છે. બીજીબાજુ મૃતક યુવાનની ઓળખ પણ પોલીસ માટે મહત્વની હોવાથી તેના વાલી વારસોની શોધખોળ કરવામાં આવી રહી છે .

(6:27 pm IST)