Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બે દિવસ પહેલા ગૂમ થયેલ ત્રણ બાળકો રેલવે સ્ટેશન પરથી મળી આવતા પોલીસે માતાપિતાનો સંપર્ક સાધ્યો

વડોદરા: ફતેગંજ પાસેથી વિસ્તારમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલા ત્રણ બાળકો રેલવે સ્ટેશનથી હેમખેમ મળી આવતા પોલીસે ત્રણે બાળકોને તેમના માતા-પિતાને સોંપ્યા છે.

ફતેગંજ બ્રિજ પાસે રહેતા શ્રમજીવી પરિવારના ત્રણ માસૂમ બાળકો તા 20મીએ મોડી સાંજે ગુમ થતા તેમની શોધખોળ કરવામાં આવી હતી. ત્રણે બાળકો નો પત્તો નહી લાગતા ફતેગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે એક ટીમ બનાવી હતી. જ્યારે બીજી કોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકો મળી આવ્યા હોય તેવા પોલીસ સ્ટેશનનો ના મેસેજ ચેક કરતી હતી. અન્ય એક ટીમ રેલવે સ્ટેશન અને એસટી ડેપો જવા જાહેર સ્થળો એ તપાસ કરતી હતી.

ફતેપુરાના પીઆઈએ કહ્યું હતું કે, આજે સવારે ત્રણ બાળકો રેલ્વે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે મળી આવ્યા છે. જેથી પોલીસે કાર્યવાહી કરીશું તેમના વાલીઓને બાળકો સોપવા તજવીજ કરી હતી.

(6:30 pm IST)