Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં પોલીસે દરોડા પાડી ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ કરતા દુકાન સંચાલકને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

વડોદરા: શહેરના ખોડીયાર નગર પાસેની ઇલેક્ટ્રોનિકસની દુકાનમાં પોલીસે દરોડા પાડી બ્રાન્ડેડ કંપનીની ડુબલીકેટ ઇલેક્ટ્રિક ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા દુકાન સંચાલકને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે.

કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટ રક્ષણનું કામ કરતી ખાનગી એજન્સીમાં ફરજ બજાવતા મોહમદ યુનુસ શેખએ નોંધાવેલી ફરિયાદ અનુસાર,  ખોડીયાર નગર રોડ ઉપર માય શાનેન  શાળાની સામે આવેલ માધવ રેસિકોમ પ્લાઝા ખાતે મહાદેવ ઈલેક્ટ્રીક દુકાનમાં પેનાસોનિક કંપનીની બ્રાન્ડ એન્કરની ડુબલીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસને સાથે રાખી દરોડાની કામગીરી હાથ ધરી દુકાન સંચાલક નીમારામ ખીમારામ પટેલ  ( રહે - સુદર્શન ડુપ્લેક્સ, ખોડીયાર નગર )ને ઝડપી પાડ્યો હતો. અને  દુકાનમાંથી  અલગ-અલગ ડુબલીકેટ ઈલેક્ટ્રીક  08 હજારથી વધુ કિંમતની 62 નંગ એસેસરીસ કબજે કરી હતી. ફરિયાદના આધારે બાપોદ પોલીસે દુકાન સંચાલક વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:31 pm IST)