Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરા પોલીસના બે જવાનો ફરજમાં બેદરકારી બદલ બરતરફ

ચંદ્રકાંત માંડણકાની અરજી સંદર્ભે તપાસ બાદ બે પોલીસ જવાનો કસુરવાર ઠરતા તેઓનો સસ્પેન્ડ કરાયા

વડોદરા પોલીસ દ્વારા ફરજ પર બેદરકારી દાખવતા પોલીસ જવાનો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ હર્ષિલ લિંબાચીયા તથા સોનાની ચોરીના કેસમાં શંકાસ્પદ ભુમિકા ભજવનારા પીએસઆઇ સહિત અનેક પોલીસ જવાનોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. આજરોજ  સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નોવેલ વિનોદભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર ઉદેસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે.

થોડાક સમય અગાઉ શહેર પોલીસ કમિશ્નર દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે પોલીસ જવાનો સામે ફરિયાદ કરવામાં આવી હોય, તેઓની સામે કડક હાથે કાર્યવાહી કરવાનો પત્ર જારી કર્યો હતો. પોલીસ કમિશ્નરના શિસ્તના આગ્રહને લોકોએ વધાવ્યો હતો. તો બીજી તરફ બેજવાબદારી પુર્ણ વર્તતા પોલીસ જવાનોમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી અનેક પોલીસ જવાનો સામેની ફરિયાદની તપાસ બાદ તેઓ કરુસવાર ઠર્યા હતા. જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં હર્ષિલ લિંબાચીયા તથા સોનાની ચોરીમાં ચોરીમાં શંકાસ્પદ ભુમિકા ભજવનારાઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ તેઓ કસુરવાર ઠરતા એક પીએસઆઇ સહિત અનેક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તાજેતરમા અરજદાર ચંદ્રકાંતભાઇ લવજીભાઇ માંડણકાએ પોલીસ જવાનો વિરૂદ્ધ અરજી આપી હતી. જે સંદર્ભે ડીસીપી ઝોન – 2 દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં  સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નોવેલ વિનોદભાઇ દ્વારા શી ટીમને લાગતી કાઉન્સિલીગ તથા રિપોર્ટીંગની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા તથા છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર ઉદેસિંહ શી- ટીમમાં નોકરી ન હોવા છતાં શી ટીમ સાથે રહીને શંકાસ્પદ કામગીરી કરવાતા હોવા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના અંતે બંને કસુરવાર ઠર્યા હતા. જેથી બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

(7:15 pm IST)