Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ડ્રગ્સનું સેવન કરનારને હવે બચવું મુશ્કેલ : અમદાવાદ SOG નો નવતર પ્રયોગ: ખાસ ડિવાઇઝની મદદથી નશેડીને ઝડપી લેવાશે

-ડિવાઇઝમાં ટેસ્ટનું પરિણામ તરત મળશે. જેથી કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તે ટેસ્ટ દરમિયાન જ પકડાઈ જશે.

ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોની બદી દૂર કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર એસઓજી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સનું સેવન કરતા ઈસમોને પકડવા માટે ખાસ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં રથયાત્રા યોજાનાર છે. જે દરમિયાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઈસમોને પકડવા માટે અમદાવાદ શહેર SOG સજ્જ બની છે. અમદાવાદ શહેર SOG દ્વારા આગામી રથયાત્રા દરમ્યાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઇસમોને પકડવા માટે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો પ્રથમવાર પ્રયોગ કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે આ ડિવાઈઝની મદદથી ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિને ઝડપથી પકડી શકાશે. આ ડિવાઈઝમાં ટેસ્ટનું પરિણામ તરત મળી જશે. જેથી કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તે ટેસ્ટ દરમિયાન જ પકડાઈ જશે.

આ અંગે તાજેતરમાં અમદાવાદ શહેર SOG દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી રથયાત્રા દરમ્યાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઇસમોને પકડવા માટે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો પ્રથમવાર પ્રયોગ કરતી અમદાવાદ શહેર SOG.

મહત્વનું છે કે ગુજરાતમાં નશીલા પદાર્થોનું દુષણ દૂર કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હવે અમદાવાદ શહેર SOG એ પણ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. જેના ભાગ રૂપે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો અમદાવાદ શહેર SOG દ્વારા પ્રયોગ કરવામાં આવનાર છે.

અમદાવાદ SOG દ્વારા ડ્રગ્સનું સેવન કરતા ઇસમોને પકડવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના યુવક યુવતીઓને નશાના રવાડે ચડાવી યુવાઘનને બરબાદ કરવાના કારસાને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ સતર્ક છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઈ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. અને ઓછી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ કરતા લોકો સામે તવાઈ બોલાવી છે. ત્યારે હવે ડ્રગ્સનું સેવન કરનાર ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(7:17 pm IST)