Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જહાજ 'આઇએનએસ વિરાટ'ને તોડવાને બદલે સંગ્રહાલય બનાવો

અમદાવાદઃ હાલ પોલેન્ડ સ્થિત રાહુલ ભંડેરીએ એવું સુચન કર્યું છે કે ભારતીય નેવીમાં છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત એવું અને દુનિયાનું સૌથી જૂના આઇએનએસ વિરાટ જહાજને તોડી પાડ્યા કરતા એને કચ્છ, બેટ, દ્વારકા, જખૌ, કોટેશ્વર, સોમનાથ, દિવ કે પીરામીટબેટના એક ટાપુ પાસે લાંગરીને મ્યુજીયમ બનાવી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવે તો તેનાથી ગુજરાતના ટુરીજમમાં એક નવું આકર્ષણ ઉભુ થશે અને અમેરીકા અને યુરોપિયન દેશોની જેમ આ જહાજ પ્રવાસીઓ માટે નવું નજરાણુ બની શકશે. અને દેશ વિદેશના લોકો ભારતીય નૌસેનાથી પરિચિત થશે. અને દેશની સેના માટે ગૌરવ સાથે આત્મીયતા વધશે.

(11:55 am IST)